Sunday, August 23, 2026

અહીં થી ચાલવું નહીં કહી મહિલાને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

અહીં થી ચાલવું નહીં કહી મહિલાને માર માર્યો.

મોરબીના શક્તિ ચેમ્બર પાછળ ઉમિયા નગરમાં રહેતા મહિલા સિરામિક સીટી નજીકથી પગપાળા ચાલીને જતા હોય ત્યારે આ કામના આરોપીના પત્ની સાથે વાતચીત કરવા ઊભા રહ્યા હોય ત્યારે આરોપી ત્યાં આવી અહીંથી ચાલુ નહીં કહી તેમને સાથે ઝઘડો કરી ફરિયાદી મહિલાને ધોકા વડે માર માર્યો હતો ત્યારે આ બાબતે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શક્તિ ચેમ્બર પાછળ ઉમિયાનગરમાં રહેતા મહિલા સિરામિક સિટીથી પગપાળા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપી લલિતભાઈ રાઠોડના પત્ની તેમને ઉભા રાખતા તેઓ ઉભા રહી વાતચીત કરતા હતા ત્યારે અચાનક ધસી આવેલ લલિતભાઈ રાઠોડે તેમને અહીંથી ચાલવુ નહિ કહી ઝઘડો કરી ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારતા મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,626,525

TRENDING NOW