Saturday, August 22, 2026

મોરબી જિલ્લામાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા અધિનિયમ હેઠળ ૧૧ ઈસમો વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા અધિનિયમ હેઠળ ૧૧ ઈસમો વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરાઈ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે દ્વારા પોલીસ અધિક્ષક, મોરબી તરફથી રજૂ કરવામાં આવેલી દરખાસ્તોના આધારે જુન અને જુલાઈ માસ દરમિયાન પાસા અધિનિયમ હેઠળ કુલ ૧૧ ઈસમો વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે.

કાર્યવાહી અંગેની વિગતો જોઈએ તો કુલ ૧૧ ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ હુકમ કરાયા છે. જેમાં ૦૮ બુટલેગર અને ૦૩ ભયજનક વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસ સ્ટેશન વાઇઝ વિગતો જોઇએ તો

મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ૪ ગુન્હેગારોની પાસા હેઠળ અટકાયત કરેલ છે જેમાં બે ભયજનક ગુનેગારો લાલજી ઉર્ફે ભરત અણદા રબારી અને વિશાલ સેજપાલનો સમાવેશ થાય છે. આ સિવાય સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં બે બુટલેગર્સ એવા હાર્દિક બચુભાઇ કૈલા તથા ભુપેન્દ્ર જયસુખ વાઘેલાનાં નામો જાહેર થયેલ છે. આ બંને બુટલેગર્સો દવારા આશરે એક કરોડ જેટલાનો દારૂની હેરાફેરી કરેલ હોવાનું જાહેર થયેલ છે.

આ સિવાય તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ- ૨ ગુન્હાઓમાં બંને બુટલેગરો તેજશભાઇ મનુભાઇ વહેરા અને દિપેસ ઉર્ફે રાહુલ ૫ટેલ નાં નામો જાહેર થયેલ છે. આ બંનેએ મળીને બંને ગુન્હાઓમાં આશરે અઢી કરોડ રૂપિયાના દારૂની હેરાફેરી કરેલ હોવાની ફરીયાદ દાખલ થયેલ હતી.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ -૧ ગુન્હો ભયજનક ગુન્હેગાર એવા મોહીત હસમુખભાઇ ૫રમાર સામે દાખલ થયેલ હતો તેને ૫ણ પાસા તળે કાર્યવાહી કરવામાં આવી હતી.

ટંકારા પોલીસ સ્ટેશન હેઠળ -૨ ગુન્હાઓ જોઇએ તો બન્ને ગુન્હાઓ બુટલેગર્સ એવા યશપાલસિંહ ઘનુભાઇ જાડેજા અને અખતર ઉર્ફે ભાણો સોકતભાઇ કચરા/ઘાંચી નાં નામો જાહેર થયેલ છે. જે બન્ને ગુન્હાઓમાં કુલ મળી આશરે ૫૨ લાખનાં દારૂની હેરફેર કરેલ હતી જેને કારણે તેઓને ૫ણ પાસા કાયદા તળે કાર્યવાહી કરવામાં આવી હતી.
માળીયા મિયાણા પોલીસ સ્ટેશન-૧ ગુન્હામાં પ્રકાશ મોહનલાલ બીશ્રનોઇનું નામ જાહેર થયેલ છે જેમાં આશરે એક કરોડ આડત્રીસ લાખનાં દારૂની હેરાફેરી કરેલ હોવાનો ગુન્હો નોંઘાયેલ હતો. ⁠

હળવદ અને મોરબી તાલુકા બન્નેમાં નોંધાયેલ-૧ ગુન્હો વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયાનાં નામે બુટલેગર્સ તરીકે જાહેર થયેલ હતો જેમાં ૪ લાખ આસપાસના દારૂની હેરફેરનો ગુન્હો સામેલ છે.
આ મુજબ મળી કુલ ૧૧ મોટા ગુન્હાઓની વિગતો ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ ઈસમોને ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ તથા જુનાગઢની જેલોમાં મોકલવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ, બીયર તથા દેશી દારૂ સહિતનો નોંધપાત્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૫,૩૭,૬૪,૮૩૯/- જેટલી થાય છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા તથા જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદાની જોગવાઈઓ અનુસાર આવી અસરકારક અને કડક કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,626,464

TRENDING NOW