રંગપર ગામે કારખાનામાં રિવર્સ આવતા લોડરે માતા પુત્રને હડફેટે લીધા, બાળકનું મોત.
મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સ્પ્રે ડાયરના કારખાનામાં પુર ઝડપે રિવર્સ આવતા લોડરના હડફેટે માતા – પુત્ર(બાળક) આવી જતા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે લોડર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સિરામિક ફેકટરીના સ્પ્રે ડાયર વિભાગમાં રિવર્સમાં ફૂલ સ્પીડે આવતા લોડર ચાલકે પૂજાબેન લોકેન્દ્રભાઈ ઝાલા નામના મહિલા અને તેમના પુત્ર કનૈયાને હડફેટે લેતા કનૈયા નામના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પૂજાબેનને ઇજાઓ પહોંચી હતી.આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકના પિતા લોકેન્દ્રભાઈ રામસિંગભાઈ ઝાલાએ લોડર નંબર જીજે – 36 – S – 5566ના ચાલક મુકેશભાઈ સુરસિંહ ભિલાલ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





