Saturday, July 18, 2026

મોરબીમા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું છે. મોરબી એલસીબી પોલીસે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સ્પા માલિક સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લખધીરપુર જવાના રસ્તા પાસે સીરામીક પ્લાઝા -૦૨ મા આવેલ પ્રથમ માળે શોપ નં -૧૫,૧૬,૧૭ ઓરલા સ્પા મસાજ સેન્ટરમાંથી દેહ વ્યાપાર પ્રવૃતિ ઝડપાઈ છે. જેમાં આરોપી સ્પામાલીક જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા સ્પા સંચાલક ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળાએ પોતાના કબજા ભોગવટા વાળા ઓરલા સ્પામાં આરોપી જાનીસાર ફકીરભાઈ મીરને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનું ચલાવી રેઇડ દરમયાન રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧કિં.રૂ.૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૯,૫૦૦/- સાથે રેઇડ દરમ્યાન આરોપી જાનીસાર ફકીરભાઈ મીર રહે. મોરબીવાળો હાજર મળી આવતા તેને ઝડપી પાડયો હતો તેમજ આરોપી જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરીતા.માળીયા, તથા ઇરફાનભાઇ બસીરભાઇ સીંધીરહે. મોરબીવાળો હાજર નહી મળી આવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી પાર્ટ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૭ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી), મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,622,670

TRENDING NOW