હળવદના નવા માલણીયાદ ગામે પ્રેમ લગ્નની રીસ રાખી આધેડને બે મહિલા સહિત ચાર શખ્સોએ મારમાર્યો
હળવદ: હળવદના નવા માલણીયાદ ગામે આધેડના દિકરાએ પ્રેમ લગ્ન કરેલ જે બાબતે રીસ રાખી આધેડને બે મહિલા સહિત ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે મારામારી ઈજા કરી હતી અને જો અમારી દિકરી પાછી નહી આપો તમારા આખા ઘરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોરધનભાઈ કરસનભાઈ પરમાર (ઉ.વ.૫૦) રહે. નવા માલણીયાદ ગામે તા. હળવદવાળાએઆરોપી વિજયભાઇ ઉર્ફે કારો ભુપતભાઇ ડોડીયા રહે.જુના માલાણીયાદ તા.હળવદ , ચકુબેન ધીરૂભાઇ ભાટીયા રહે નવા માલણીયાદ તા.હળવદ, ચકુબેનના માતા દેવુબેન રહે માલણીયાદ તા.હળવદ, એક અજાણ્યો માણસ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં આરોપીઓ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીના દિકરા કલ્પેશે આરોપી ચકુબેનની દિકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતે રીસ રાખી લોંખડની પાઇપ વતી ફરીયાદીને બંને પગે તથા જમણા હાથે તથા પીઠના ભાગે માર મારી બંને પગે ચામડી ફાટી જતા લોહી નીકળતા ફેકરચરની ઇજા કરી તથા સાહેદને મુઢ માર મારી આરોપી વિજયભાઈ તથા ચકુબેને ફરીયાદીને જણાવેલ કે હજુ માર મારશુ જો તમે અમારી દિકરી પાછી નહી આપો તો તમારા આખા ઘરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ગોરધનભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪,૩૨૫,૪૫૨,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





