પથિક સોફ્ટવેરમાં મુસાફરોની નોંધ ન કરનાર હોટલ મેનેજર દંડાયો.
રેલવે સ્ટેશન રોડ પર આવેલ એક હોટલના મેનેજર દ્વારા મુસાફરોની માહિતી પથિક સોફ્ટવેરમાં ના કરતા દંડ ફટકારવામાં આવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસ માટે મુસાફરોની પથિક સોફ્ટવેરમાં નોંધ રાખવી ફરજિયાત રાખી હોવા છતાં મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ કનૈયા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસના મેનેજર માનાભાઈ કેસરાભાઈ રબારીએ જાહેરનામા મુજબ મુસાફરોની પથિક સોફ્ટવેરમાં નોંધ ન કરતા એસઓજી ટીમ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકના આરોપી હોટલ મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુન્હો રજીસ્ટર કરાવી કાનૂની કાર્યવાહી કરી હતી.





