મોરબી તાલુકાના મકનસર ગામે થી બાઈકની ચોરી.
મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ધર્મમંગલ સોસાયટીમા બાઈકની ચોરી થઈ હોઈ ત્યારે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા જયરાજભાઈ કથુભાઈ લૈયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું બાઈક કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવી છે.





