હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી બિયરના ડબલા સાથે એક ઝડપાયો.
હળવદ તાલુકાના રણછોડગઢથી પોલીસ દ્વારા બિયરના ૧૦ ડબલા સાથે એક શખ્શને પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આ અંગે પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પોલીસે દરોડો પાડી કિંગફિશર બ્રાન્ડ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1200 સાથે અજિત હીરાભાઈ સીણોજિયા નામના યુવાને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.





