મોરબી – વાંકાનેર ને.શ.હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહને અડફેટે લેતાં યુવાનનુ મોત
મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામથી આગળ વીસનાળા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કકાના દીકરાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મહારાષ્ટ્ર ના વતની અને હાલ રહે ન્યુએરા ગ્લોબલ સ્કૂલ રવાપર-ઘુનડા રોડ તા. ટંકારા જી. મોરબી વાળાએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૨-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યા વખતે આરોપીએ પોતાના હવાલા વાળુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના મોટાબાપુના દિકરા મનોજભાઇ અશોકભાઇ વાકોડેને હડફેટે લઇ અકસ્માત કરી તેની ઉપર ટાયર ફેરવી દઇ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી પોતાના હવાલાવાળુ વાહન લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના કાકાના દીકરાએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.





