વાંકાનેર-મોરબી ને.હા. રોડ પરથી ઈંગ્લીશ દારૂની 94 બોટલ સાથે સ્વીફ્ટ ઝડપાય
મોરબી: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ સામે હાઈવે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની ૯૪ બોટલો સાથે એક સ્વીફ્ટ કારને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે સ્વીફ્ટ કાર ચાલક સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ નિર્મળ જ્યોત પેટ્રોલ પંપ સામે હાઈવે રોડ પરથી આરોપી પ્રવિણભાઈ શીવાભાઈ જોગરાદીયા રહે ગુંદાળા તા.જસદણ.જી. રાજકોટ વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર નં – GJ-03- CE-2280મા ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૪ કિં.રૂ.૪૫,૮૨૫ તથા સ્વીફ્ટ કાર કિં.રૂ. ૧,૫૦,૦૦૦ તથા રોકડા રૂપિયા ૯૦૦ અને મોબાઈલ ફોન નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦ તેમજ આધારકાર્ડ, ચુંટણી કાર્ડ મળી કુલ કિં.રૂ. ૨,૦૬,૭૨૫ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે જપ્ત કરેલ છે. જ્યારે આરોપી કાર ચાલક અંધારા તેમજ બાવળની ઝાડીનો લાભ લય નાશી ગયો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.





