Saturday, June 6, 2026

મોરબીમાં રાજ સોસાયટી નજીક મોટરસાયકલે ટક્કર મારતાં બાઈક સવારનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રાજ સોસાયટી નજીક મોટરસાયકલે ટક્કર મારતાં બાઈક સવારનું મોત

મોરબી: મોરબીમા રાજ સોસાયટી નજીક આર.એ.સી.ના બંગલાની સામે પોસ્ટ ઓફીસથી નટરાજફાટક તરફ જતા રસ્તે રોડ ઉપર મોટરસાયકલે ટક્કર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી-૨ સો ઓરડી વાવડી વારી લાઇનમાં રહેતા મયંકભાઇ મનસુખભાઇ સવાડીયા (ઉ.વ.૨૩)‌ નામના યુવકે આરોપી અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૦-૦૯-૨૦૨૨ ના રોજ સવારના દસેક વાગ્યાની આસપાસ આરોપી અજાણ્યા મોટરસાયકલ ચાલકે પોતાના હવાલા વાળુ વાહન મોટરસાયકલ પુરઝડપે ગલતાફતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને ફરીયાદીના પીતા મનસુખભાઇ દેવરામભાઇ સવાડીયા વાળાના એવીએટર મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે-૦૩-ડી.એલ-૨૨૮૬ રોડની સાઇડે જતા હતા તે વખતે તેમની સાઇડે અજાણ્યા મોટરસાયકલ ચાલકે પુરઝડપે આવી મનસુખભાઇને ટકકર મારી હડફેટે લેતા મનસુખભાઇને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. અજાણ્યો મોટરસાયકલ ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી નાશી છુટયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,759

TRENDING NOW