Sunday, July 26, 2026

મોરબીમાંથી દિકરી ભગાડી જતાં યુવાનના પરિવારને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાંથી દિકરી ભગાડી જતાં યુવાનના પરિવારને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી: મોરબીના વીશીપરામાંથી યુવાનનો કુટુંબી ભત્રીજો મોવર પરીવારની દિકરી ભગાડી જતાં જેનો રોષ રાખી યુવાનને ત્રણ શખ્સોએ ફોન પર તેમજ રૂબરૂ ગાળો આપી યુવાનનાં પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અબ્બાસભાઈ જુસબભાઈ સંધવાણી (ઉ.વ.૩૮) રહે. વીશીપરા સરકારીવાડી ક્રિષ્નાના બંગલા સામે મોરબીવાળાએ આરોપી તાજુભાઈ મોવર, કાદરભાઈ મોવર, ઇકબાલભાઇ મોવર, રહે. બધા મોરબી વીસીપરાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૦-૨૦૨૩ ના રોજ બપોરના પાંચેક વાગ્યાના અરસામાં આરોપીઓએ ફરીયાદીનો કુટુબી ભત્રીજો જે મોવર પરીવારની દિકરીને ભગાડી ગયેલ હોય જેનો રોષ રાખી આરોપીઓએ ફરીયાદીને ફોન કરી તેમજ રૂબરૂ મળતા ગાળો આપી તેમજ પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ સાથીને પણ આરોપીઓએ ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અબ્બાસભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,919

TRENDING NOW