આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવ
આગામી તારીખ 11/12/13 જાન્યુઆરીના આઈ શ્રી સોનલ માતાજીના જન્મને સો વર્ષ પૂર્ણ થવા જાય છે ત્યારે આઈ શ્રી સોનલ માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીના આયોજન અંતર્ગત મઢડા ખાતે તારીખ 30/09/2023 ને શનિવાર તેમજ તારીખ 01/10/2023 ને રવિવારના રોજ આયોજનને આખરી ઓપ આપવા માટે ચારણ સમાજના આગેવાનોની બેદિવસિય મીટીંગ મળી હતી.
આયોજનના વિષય અંતર્ગત સમિતિઓની રચના તેમજ આ ત્રિદિવસીય મહોત્સવના સેશન તેના વિષય વક્તવ્યોથી લઈને ઉતારા વિભાગ, ડાયરા વિભાગ, રસોડા વિભાગ, પાર્કિંગ વિભાગ, અને અન્ય તમામ નાની નાની બાબતોની વિસ્તૃત ચર્ચા વિચારણા તેમજ સ્થળ નિરીક્ષણ કર્યા પછી સર્વાનુમતે સ્વીકૃતિ થયા પછી આ મીટીંગ પૂર્ણ થઈ હતી.
આયોજન કેવી રીતે ભવ્ય અને દિવ્ય થાય અને માતાજી આઈ શ્રી સોનલમાંની દિવ્ય ચેતનાને અને ચારણી સંસ્કૃતિને રૂડી કરવાનો અવસર જ્યારે મઢડાના આંગણે આવ્યો છે ત્યારે સમસ્ત ચારણ સમાજ અને અઢારેય આલને શ્રી સોનલ માં પરિવાર સોનલધામ મઢડા તરફ થી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.



આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવ





