દ્વારકા શહેરમાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ તથા યુકે નિવાસી ના આર્થિક સહયોગ વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
દ્વારકા શહેરમાં આજરોજ હંસાબેન રામજીભાઈ ભાયાણી સરકારી હોસ્પિટલ ખાતે માનવસેવા સમિતિ ખંભાળિયા તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે યુ.કે નિવાસી સ્વ હંસાબેન રામજીભાઈ ભાયાણી ના સ્મરણઅર્થે યુકે નિવાસી શ્રી મનહરભાઈ ભાયાણી ના સંપૂર્ણ આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર શસ્ત્રક્રિયા તેમજ દંત તેમજ સર્વરોગ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ માં 240 દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં ઓપરેશન વારા દર્દીઓ ઓને તે દિવસે બસ દ્વારા વિરનગર લઈ જઈ બીજા દિવસે આધુનિક ફેંકો પદ્ધતિ થી ઓપરેશન કરી ત્રીજા દિવસે પરત દ્વારકા મૂકી જવા માં આવે છે





