કચ્છમાં ત્રણ મદરેસા પર બુલડોઝર ફેરવાયા, ગેરકાયદે દબાણો સામે તંત્ર થયું સક્રિય.
ગુજરાતમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર સક્રિય થયું છે અને તાબડતોડ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ગેરકાયદે જમીન બનેલી ત્રણ મદરેસા પર બુલડોઝર ચલાવ્યું છે. કચ્છ અને જામનગર જિલ્લામાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે તંત્રએ પોલીસ સાથે રાખીને કચ્છ જિલ્લાના જામકુનરીયા અને કુરન ગામમાં સરકારી જમીન પર બનેલી ત્રણ મદરેસાને તોડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર અને દ્વારકામાં પણ દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.





