નખત્રાણાની યુવતી `નારી તું નારાયણી’ એવોર્ડ માટે પસંદ પામી
સુરતથી પ્રસિદ્ધ થતા પારિવારિક ગુજરાતી માસિક શબ્દશ્રી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિને ત્રી સશક્તિકરણ સંવર્ધન અને પ્રગતિ માટે આંતરરાષ્ટ્રીય મહિલાઓને ઉત્સાહ માટે શબ્દશ્રી દ્વારા `નારી તું નારાયણી’ એવોર્ડ દર વર્ષે અપાય છે. વર્ષ 2024માં આ ક્ષેત્રે નામાંકન થયું હતું, જેમાં 51 પ્રતિભાવંત નારીરત્નોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં નખત્રાણાના પૂજાબેન કટ્ટાને તેમની લખવાની શૈલી માટે પસંદ કરાયા હતા. શબ્દશ્રીના તંત્રી ભાગ્યશ્રી મેઘાણી ત્રી સશક્તિકરણને વધુ પ્રોત્સાહન આપે છે, જેમાં શબ્દશ્રી દ્વારા નાટક, નૃત્ય, સંગીત, સાહિત્ય, લલિતકળા, શિક્ષણ, ધાર્મિક, રાજકારણ, ફોટોગ્રાફી ધંધા, વ્યવસાય ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ઉદ્યોગ, કાયદો અને ન્યાય, ત્રીઓનાં હિતની રક્ષા, રમત-ગમત ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારી નારીઓને મહિલાદિને આવેલાં નામાંકન માટે પસંદ કરાય હતા. પહેલી ઓગસ્ટે શબ્દશ્રી સામયિકના પ્રથમ વાર્ષિક સમારંભમાં સુરત ખાતે નારી તું નારાયણી એવોર્ડ એનાયત કરવામાં આવશે એવું પૂજાબેને કહ્યું હતું. વિવિધ ક્ષેત્રોની કુલ 600 અરજીઓ આવી હતી, જેમાં 51 નારીઓમાં નખત્રાણાના પૂજાબેન કટ્ટાનો સમાવેશ થયો હતો.





