સાળંગપુર જવા નીકળેલ માળિયા વનાળિયા ગામનો યુવક લાપતા.
મોરબીના માળિયા વનાળિયા વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં રહેતો યુવાન હત તારીખ ૨૩ ના રોજ સાળંગપુર જવા નીકળેલ પરંતુ હજુ સુધી ઘેર પરત ન આવતા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં રહેતો દિલીપ છગનભાઇ સોલંકી ઉ.28 નામનો યુવાન ગત તા.23 જૂનના રોજ ઘેરથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ આજદિન સુધી ઘેર પરત ન આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી છે.





