સાબરકાંઠાના હિંમતનગરમાં સરપંચ પરિષદની મીટીંગ મળી અનેક પ્રશ્નો ઉકેલવા ચર્ચા વિચારણા કરવામાં આવી
હિંમતનગર તા. ૫ : સાબરકાંઠા જિલ્લાના સરપંચોની તકલીફો અને પડતર પ્રશ્નો ઉકેલવા આજ રોજ સરપંચ પરિષદ ગુજરાત ના હિંમતનગર તાલુકા સમિતિની મિટિંગ હડીયોલ મુકામે દેવાયત પાર્ટી પ્લોટ ખાતે સરપંચ પરિષદ ગુજરાત ના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ હિમતનગર તાલુકા પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા તાલુકામાંથી મોટા પ્રમાણમા સરપંચો હાજર રહ્યા હતા. તેમજ આ મિટીંગમાં પડતર પ્રશ્નો ની ચર્ચા દરમ્યાન વિચારણા કરી પ્રશ્નો નાં ઉકેલ માટે ટેબલ ટોક દ્વારા રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યું.. આ મિટીંગમાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી, બાંધકામ એસ ઓ તેમજ તમામ સ્ટાફ હાજર રહી પ્રધાનમંત્રી આવાસ યોજના વિકાસના કામોના બિલો વિશે તેમજ અન્ય વિવિધ પ્રકારની યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી તેના ભાગ રૂપે તાલુકા વિકાસ અધિકારીશ્રી એ સકારાત્મક બાહેધરી આપી વહેલામા વહેલીતકે પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી મિટિંગ પૂર્ણ કરી સૌ સરપંચો અને અઘિકારીઓ સાથે ભોજન લઈ છૂટા પડ્યા હતાં પોઝિટિવ વિચારો સાથે મળેલી બેઠક આગમી દિવસોમાં તાલુકાનાં સરપંચો અને ગ્રામ્ય પ્રજાને ફળદાયી નીવડશે..










