ગાંધીનગરના ચેખલારાણી ગામને ફરતું પશુ દવાખાનું મળતા પશુપાલકોમાં આનંદની લહેર
ગાંધીનગર તા. ૬ : ચેખલારાણી ગાંધીનગર તાલુકાનું છેવાડાનું ગામ છે જેના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર જીવન નિર્વાહ કરે છે આ ગામમાં અંદાજિત 1300 પશુધન છે જેનાથી 5000 જેટલા લોકોને આવક સાથે રોજગારી મળી રહે છે પરંતુ પશુ સારવાર માટે ગ્રામ્ય વિસ્તાર હોય વર્ષોથી કોઈ સગવડ ન હતી આ બાબતે ગામના સરપંચ શ્રીમતી કોકિલાબેન ઘનસ્યામસિંહ ઝાલા એ પંચાયત મંત્રી તેમજ માનનીય પશુ પાલન મંત્રી ને લેખિત રજૂઆત કરતા રાજ્ય સરકારે માંગણીને માન્ય રાખી રાજ્ય સરકારની નવી પશુપાલન નીતિ અનુસાર પશુઓ ને સારવાર આપવાં હરતા ફરતા પશુ દવાખાના શરુ કરવાનો નિર્ણય કરતા આ દવાખાના તાલુકાનાં અમુક ગામોમાં આપવાના હોય જાગૃત સમરસ સરપંચશ્રી ની રજૂઆત અને માંગણી મુજબ ચેખલારાણી ગામે ફરતું પશું દવાખાનાની સગવડ રાજ્ય સરકાર શ્રી તરફથી કરવામાં આવતા સમસ્ત ગ્રામજનોએ સરકારશ્રી તથા પશુપાલન મંત્રી સહીત પશુ પાલન વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરેલ હતો..






