Thursday, July 23, 2026

હળવદમાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત 1.94 લાખના મુદ્દામાલની ચોરી

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત 1.94 લાખના મુદ્દામાલની ચોરી

હળવદ: હળવદની ધરતીનગર સોસાયટીમાં પ્લોટ નં ૪૫,૪૬, વાળા યુવકના રહેણાંક મકાનમાંથી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ કિં રૂ.૧,૯૪,૨૫૦ ના મતામાલની ચોરી કરી લઇ ગયા હતા આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગીરીશકુમાર અરવિંદભાઈ નાકરાણી (ઉ.વ.૩૭) રહે હળવદ ધરતીનગર સોસાયટીમા પ્લોટ નં -૪૫, ૪૬ તા. હળવદવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત. ૨૧-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના દશેક વાગ્યાથી તા. ૨૨-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના ત્રણેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદીના ઘરના રસોડાની બારીની ગ્રીલ તોડી કોઇ અજાણ્યો ઇસમ ઘરમાં પ્રવેશ કરી ફરીના ઘરના રૂમમાં રહેલ કબાટના અંદર નાના ખાનાનો લોક તોડી કબાટમાં રહેલ સોનાના દાગીના જેમા સોનાનુ મંગળસુત્ર એક જેનુ વજન આશરે ૬ તોલા જેટલુ જેની કિંમત આશરે રૂ.૮૧,૦૦૦/- તથા સોનાના લેડીઝ પાટલા બે જેનુ વજન આશરે ૨ તોલા જેની કિંમત આશરે રૂ.૨૭,૦૦૦/- તથા સોનાની કાનની બુટ્ટી તથા પેન્ડલ ત્રણ જોડી જેનુ વજન આશરે ૨ તોલા જેની કિંમત આશરે રૂ.૨૭,૦૦૦/- તથા સોનાની લેડીઝ વીટ્ટી ત્રણ જોડી જેનુ વજન આશરે ૧ તોલા જેની કિંમત આશરે રૂ.૧૩,૫૦૦/- તથા સોનાનો હાર એક જેનુ વજન આશરે ૧.૫ તોલા જેની કિંમત આશરે રૂ.૨૦,૨૫૦/- તથા સોનાનો ચેન એક જેનુ વજન આશરે ૧ તોલા જેની કિંમત આશરે રૂ.૧૩,૫૦૦/- તથા ચાંદીનો લેડીઝ જુડો તથા લેડીઝ ચાંદીના પગના સળા જેનુ વજન આશરે ૪ તોલા જેની કિંમત આશરે રૂ.૩૦૦૦/- એમ કુલ રૂપીયા ૧,૮૫,૨૫૦/- ના સોનાના તથા ચાંદીના દાગીના જોવામાં આવેલ નહી તથા રોકડ રકમ રૂ.૯૦૦૦/- એમ કુલ રૂ.૧,૯૪,૨૫૦/- ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર ગિરીશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦, ૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,623,776

TRENDING NOW