વીસીપરા મેઈનરોડ પાસેથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા.
મોરબીના વિસીપરા મેઇન રોડ કુબેર આઇસ કેફ્ટરી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઈન રોડ કુબેર આઈસ ફેકટરી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમો ઇરફાનભાઇ રહીમભાઇ નારેજાર રહે.વીસીપરા,અફજલ ઉર્ફે અપુડો કરીમભાઇ સુમરા, કરીમાબેન આમદભાઇ વીરમભાઇ સમા, રહે.વીસીપરા, મરીયમબેન રહીમભાઇ નુરાભાઇ સુમરા રહે.મોરબી વીસીપરા , જાનબાઇ રહીમભાઇ કરીમભાઇ નારેજા રહે.વીસીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૦૩૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





