માળિયાના વાગડિયા ઝાપા નજીક જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા.
માળીયા શહેરના વાગડિયા ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરોધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા શહેરના વાગડીયા ઝાપા પાસે આવેલ અખાડામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી મુસ્તાકભાઈ દાઉદભાઈ ભટ્ટી, સાઉદીનભાઈ જાનમામદભાઈ ભટ્ટી, યુનુશભાઇ તાજમામદભાઈ ભટ્ટી, કાસમભાઈ જુમાભાઈ મોવર, ઈરફાનભાઈ સલીમભાઈ કટીયા, ફતેમામદભાઈ તાજમામદભાઈ જામ અને સિંકદરભાઈ જાનમામદભાઈ ભટ્ટીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





