વાંકાનેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમ પકડાયો
વાંકાનેર: વાંકાનેર મીલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા એક ઈસમને વાકાનેર સીટી પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર મીલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમી રમાડતા એક ઈસમ હનીફભાઇ બચુભાઈ ભટ્ટી (ઉ.વ.૬૨) રહે. વાંકાનેર સિપાઈ શેરી નં -૨ તા. વાંકાનેરવાળાને રોકડ રકમ રૂ.૧૧૬૦૦ નાં મુદ્દામાલ સાથે વાકાનેર સિટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





