વાંકાનેરના રાતાવીરડા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.
વાંકાનેરના રાતાવીરડા ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી હતી. ત્યારે પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની સામગ્રી ને કબ્જે કરી છે. ઉપરાંત આરોપી હાજર ન મળી આવતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે મોટા પાયે દેશી દારૂ બનાવવામા આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી રસિક છનાભાઈ અબાસણીયા રહે. રાતાવિરડા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 600 લીટર દેશી દારૂ, 2000 લીટર દેશી દારૂ બનાવવા માટેનો ઠંડો આથો તેમજ રૂ. 10,900ના ભઠ્ઠીના સાધનો સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રસિક હાજર નહિ મળી આવતા પોલીસે રસિકને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.





