Monday, August 24, 2026

વાંકાનેર સિટી પોલીસ મથક નજીક દુકાન માંથી ગાંજા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર સિટી પોલીસ મથક નજીક દુકાન માંથી ગાંજા સાથે એક ઝડપાયો.

વાંકાનેર સીટી પોલીસ મથકથી માત્ર 800 મીટર દૂરથી ચા, પાન, બીડીની કેબિનમાંથી સ્થાનિક પોલીસે 200 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લઈ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમને વાંકાનેર યાર્ડના ગેઇટ સામે જુના વાંકાનેર સીટી પોલીસ મથકના બિલ્ડીંગની દીવાલની અડોઅડ આવેલી ચા, પાન અને બીડીની કેબિનમા નશીલા પદાર્થનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા આરોપી નૂરમામદ હાજીભાઈ મકવાણા રહે. લક્ષ્મીપરા નામનો શખ્સ 200 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 2000 તેમજ મોબાઈલ ફોન એક રૂપિયા 500, રોકડા રૂપિયા 150, નાનો ડિજિટલ કાંટો રૂપિયા 500 તેમજ સફેદ કાગળ સહિત કુલ રૂપિયા 3150ના મુદામાલ સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,626,651

TRENDING NOW