મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ઓટો રિક્ષાનું આગળનું વ્હીલ નીકળી જતા રિક્ષામાં બેઠેલ યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ગુલામહુશેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ.૪૦, રહે.પંચાસર, તા.વાંકાનેર) ગત તા.૧૮ના રોજ બસીરભાઇની ઓટો રીક્ષા રજી.નં. GJ-03-AU-4184 માં બેસીને વાંકાનેરથી પોતાના ગામ તરફ જતા હોય ત્યારે ઓટો રીક્ષા પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવતા વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે રોડ જડેશ્વર ચેમ્બર્સની સામે ઓટો રીક્ષાનુ આગળનુ વ્હીલ નીકળી જતા રીક્ષા પલ્ટી ખાઇ જતા ગુલામ હુસેનભાઈનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ અબ્દુલ ગફાર ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ-૩૬, રહે-પંચાસર)એ ઓટો રીક્ષા નં.GJ-03-AU-4184ના ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.





