મોરબીના શનાળા રોડ યશ બેંન્કની સામેની શેરી રાજકોટ ડિસ્ટ્રીક બેન્ક નજીકથી બાઈક ચોરાઈ હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના દાઉદી પ્લોટમાં રહેતા તુષારકુમાર રતિભાઇ પાનસેરીયાનું સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ રજી. નં- GJ-11-AR-6725 ( કિં.રૂ.૩૦,૦૦૦) નુ બાઈક શનાળા રોડ ઉપર પાર્ક કર્યું હતું ત્યારે અજાણ્યા શખ્સ મોટર સાયકલ લઈ નાશી છુટયા હતા. આ બનાવ અંગે તુષારભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.





