રવિરાજ ચોકડી નજીકથી દેશી દારૂ ભરેલ ઓટો રીક્ષા ઝડપાય.
મોરબીના માળીયા હાઇવે ઉપર રવીરાજ ચોકડી નજીક દેશી દારૂ ભરેલી ઓટો રીક્ષા ને તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં માળીયા હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીક મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જીજે – 36 – U – 8725 નંબરની રેઢી હાલતમાં પડેલી ઓટો રીક્ષામાંથી 100લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2000નો જથ્થો કબ્જે કરી 1 લાખની કિંમતની રીક્ષા પણ ગુન્હાના કામે કબ્જે કરી રીક્ષા નંબરના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.





