Sunday, June 7, 2026

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે
ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમા બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 10 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બ્લડ ડોનેટ કરવામાં ભાઈઓ સાથે સાથે બહેનો પણ હતા તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે અને Hand To Hand બ્લડ ડોનેટ કરવા માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW