મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરના ઓટા ઉપર સુવા બાબતે બે શખ્સોએ એક સં યુવાનને લાકડીઓ વડે માર મારી માર્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી-૨ નજરબાગની સામે, ફિલ્ટર હાઉસની બાજુમા રહેતા રમેશભાઇ કરસનભાઇ પરમાર (ઉ.વ-૩૦, રહે, મુળગામ-જંગી ગામ, તા-ભચાઉ, જી-કચ્છ-ભુજ) એ આરોપી રણજીતભાઇ લાલજીભાઇ કોળી (રહે. લીલાપર રોડ, ખડીયાવાસ) અને લલીતભાઇ કોળી (રહે.ભડીયાદ રોડ) વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.23 ના રોજ રાત્રીના સમયે નજરબાગ સામે આવેલ મેલડી માતાના મંદિર પરિસરના ઓટા ઉપર સુવા મામલે ફરીયાદીને બંને આરોપીઓ એ એક સંપ કરી માર મારી આંખ પાસે ઈજા પહોંચાડી હતી તેમજ માથાના ભાગે લકડી મારતા માથમા ફેક્ચર થયું હતું.
આ બનાવ અંગે રમેશભાઈએ બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી. કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪ તથા જી.પી.એકટ ક-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.





