મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર વાડીએ ઝેરી દવા પી લેતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા સેતાનભાઈ બાબુભાઈ મોહનીયા (ઉ.વ.૩૫. મુળ રહે. કેરીયા ગામ. મધ્યપ્રદેશ) એ ગત તા.૨૬ના રોજ સાંજના આઠેક વાગ્યા પહેલાંના કોઈપણ સમયે બેલા ગામની સીમમાં આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ છગનભાઈની વાડીએ મજુર ઓરડીમાં પોતાની રીતે ઝેરી દવા પી લેતા પ્રથમ પ્રાથમિક સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





