મોરબીના ભીમસરમા એસીડ પી જતા યુવાનનું મોત
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભિમસરમા ભુલથી એસીડ પી જતા યુવાનનુ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દેવજીભાઇ ઠાકરશીભાઇ વાણીયા ઉ.વ.૩૦ રહે. વેજીટેબલ રોડ ભીમસર મોરબી-૨ વાળા ગઇ તા.૧૧/૦૫/૨૦૨૩ ના પોતે પોતાના ઘરે ભુલથી પાણીની જગ્યાએ ગ્લાસમા રહેલ એસીડ પી જતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ મોરબી બાદ અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર મેળવેલ હતી. બાદ તેઓની તબિયત સારી રહેતી ન હોય જેથી ગઇ તા.૦૪/૧૦/૨૦૨૩ રોજ ફરી તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર અર્થે દાખલ થયેલ હોય જેઓને સારવાર દરમ્યાન ગત તા.૦ ૫/૧૦/૨૦૨૩ ના રોજ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





