મોરબી-રાજકોટ હાઈવે પર સ્ટંટ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી
મોરબી: મોરબી – રાજકોટ હાઈવે રોડ પર અંજતા કંપની નજીક જાહેર રોડ ઉપર એક યુવાન પોતાની સ્ત્રી મીત્રને પાછળ બેસાડી સ્ટંટ કરતા મળી આવતા પોલીસે તેને ઝડપી પાડી યુવાન વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડાએ (ઉ.વ.૨૮) રહે. નવયુગ સ્કુલ પાસે નકલંક સોસાયટી શેરી નં-૦૧ કન્યા છાત્રાલય રોડ પર તા.જી. મોરબીવાળાએ પોતાના હવાલાવાળુ સ્પેલન્ડર મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36-AH-1428 કિ રૂ ૨૦,૦૦૦/-વાળુ પુરઝડપે અને બેફીકરાઇથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી જાહેરમાં રોડ ઉપર મોટરસાયકલ પર પોતાની સ્ત્રી મિત્રને બેસાડી ભયજનક સ્ટંટ કરતા મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૬, તથા એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





