Tuesday, July 14, 2026

હળવદ-ધાંગધ્રા હાઈવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનુ મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદ-ધાંગધ્રા હાઈવે રોડ પર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનુ મોત

હળવદ: હળવદ-ધાંગધ્રા હાઈવે રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાન પત્નીએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ અનિતાબેન રાજુભાઇ ભુરીયા (ઉ.વ.૨૮) રહે. હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં જગાભાઈ પસવાભાઈની વાડીયે રહેતા અને મૂળ રહે. મધ્યપ્રદેશવાળાએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના સુમારે અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પતિને હડફેટે લઇ માથામાં તથા જમણા હાથમાં ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક પોતાનુ વાહન લઇ નાશી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવાનની પત્ની અનિતાબેને આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪-અ તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,620,707

TRENDING NOW