મોરબી: હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય થકી મોરબી જિલ્લામાં દિવસ હોય કે રાત ૨૪ કલાક ઇમરજન્સી રક્ત માટે હંમેશા યુવા આર્મી ગ્રુપ ખડેપગે રહે છે. અને જરૂરિયાતમંદ દર્દીને રક્ત પુરૂ પાડીને માનવતા મહેકાવી રહ્યું છે. ત્યારે મોરબીના યુવા આર્મી ગ્રુપમાં જોડાયેલ યુવાને જન્મદિવસની ખરા અર્થેમાં સાર્થક ઉજવણી કરી છે.
ત્યારે મોરબી યુવા આર્મી ગ્રુપના સભ્ય અને પરસોતમભાઇ પરમારનો આજે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે પરસોતમભાઇ હમેંશા સેવા કાર્યમાં અગ્રેસર રહેતા હોવાથી બહોળા મિત્ર વર્તુળ તરફથી તથા સગા-સંબંધી તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી છે. ત્યારે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવવા બદલ યુવા આર્મી ગુપ્રે કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.





