Sunday, August 2, 2026

આર.ટી.ઓ નજીક કારે હડફેટે લેતાં વૃદ્ધનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: અમરેલી ગામ નજીક મોરબી-કંડલા બાયપાસ રોડ પર આર.ટી.ઓ. નજીક કારે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ અમરેલી ગામમાં મોરબી કંડલા બાયપાસ રોડ પર આર.ટી.ઓ. આગળ દેવદુત જીન પાસે ગઇકાલે આરોપીએ પોતાની ઇનોવા ગાડી નં- GJ-36-F-8666 પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી હંસરાજભાઇ માધાભાઇ દાહકીયા (ઉ.વ.-૬૫) ને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,263

TRENDING NOW