Wednesday, June 24, 2026

મોરબી તાલુકાના રાજપર ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો,ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના રાજપર ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો,ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

મોરબી તાલુકાના રાજપર ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે ફરિયાદી એ ત્રણ શખ્શો વિરૂદ્ધ જમીન પચાવી પાડવાના ગુન્હામાં ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસ દ્વારા ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયા (ઉ.વ.૫૨) એ આરોપી આમદભાઇ નુરાભાઈ માકડીયા રહે. ટંકારા, હનિફભાઈ નુરાભાઈ માકડીયા રહે. ટંકારા તથા અલીભાઈ આમદભાઇ બાદી રહે. ખીજડીયા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૧૬ ના તા. ૦૭-૦૩-૨૦૧૬ થી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની ટંકારા ખાતે સર્વે નં -૭૩૫ ની જમીન હે.૦-૭૬-૮૯ ચો.મી. વાળી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો બનાવી જમીન પચાવી પાડી હતી. આ બનાવ અંગે દિપકભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,183

TRENDING NOW