મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું.
મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીના વીસી ફાટક પાસે આવેલ વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોને જમાડી તેમની જઠરાગની ઠારવાનો પ્રયત્ન કર્યો.

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઘણા ચેરીટી પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યારે આ ક્લબ દ્વારા વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં રસ, પુરી, ફરસાણ સહિતનું ફૂલ થાળી ભોજન પીરસવામાં આવ્યું હતું.. આ સરાહનીય કાર્ય દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની જઠરાગ્નિ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવેલ.આ પ્રોજેક્ટમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.





