Tuesday, June 23, 2026

G-20 અંતર્ગત Y-20 ગુજરાત યુવા સંવાદ: માળિયા તાલુકા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

TOPIC = G-20 અંતર્ગત Y-20 ગુજરાત યુવા સંવાદ: માળિયા તાલુકા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજન કરાયું.

માળિયા ખાતે તારીખ ૨૬ /૫/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ ITI માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ વિષયો પર પર વક્તા દ્વારા સંવાદ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

શુક્રવાર ના રોજ યોજવામાં આવેલ આ કાર્યક્રમ માં જીલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી, તેમજ માળિયા તાલુકા સંયોજક અર્જુન માંડલિયા અને વિશ્વરાજસિંહ પરમાર દ્વારા G-20 અંતર્ગત “Y-20” નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કીર્તિરાજસિંહ પરમાર નું વધુ યોગદાન મળ્યું હતું તથા ITI ના પ્રિન્સીપાલ શ્રીમતી માયાબેન પટેલ તથા તમામ સ્ટાફ નો સાથસહકાર મળ્યો હતો.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા મહેમાનો મોરબી જીલ્લા મહામંત્રી શ્રી જેસંગભાઈ હુંબલ, માળિયા તાલુકા કારોબારી ચેરમેન શ્રી નિર્મળસિંહ જાડેજા, માળિયા તાલુકા PSI શ્રી એન. એમ. ગઢવી સાહેબ તથા ITI ના પી. ટી. માંકાસણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં વક્તા શ્રી દેવેશ ભાઈ કન્જારીયા એ યુવાનો ને માર્ગદર્શન આપ્યું હતું.

Related Articles

Total Website visit

1,609,160

TRENDING NOW