Tuesday, June 23, 2026

પાલિકાની ડમ્પીંગ સાઈટ પરથી દોઢ ટન લોખંડના ભંગારની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

પાલિકાની ડમ્પીંગ સાઈટ પરથી દોઢ ટન લોખંડના ભંગારની ચોરી.

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલી મોરબી નગર પાલિકાની ડંપિંગ સાઇટ ઉપરથી રવાપર ગ્રામપંચાયતનો ટ્રેકટર ડ્રાઇવર દોઢ ટન લોખંડનો ભંગાર ચોરી જતા પાલિકાના હેડ ક્લાર્ક દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાના હેડ ક્લાર્ક કનૈયાલાલ જાદવજીભાઇ કાલરીયાએ રવાપર ગ્રામપંચાયતના ટ્રેકટર ડ્રાઇવર મનુભાઈ મોટલા વાસુનિયા નામના શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, હાલમાં રફાળેશ્વર ડંપિંગ સાઇટ ઉપરથી પંચાસર રોડ ઉપર ખાલી થયેલ નંદીઘરની જગ્યામાં પાલિકાના જુના ભંગારને ફેરવવામાં આવી રહેલ હોવાથી કામગીરી ચાલુ હતી ત્યારે આરોપી મનુભાઈ વસુનિયા નાની મોટી લોખંડની ચેનલ, કેચી, પાઇપ સહિત રૂપિયા 52 હજારની કિંમતનો દોઢ ટન ભંગાર ચોરી કરી લઈ ગયો હતો.

Related Articles

Total Website visit

1,609,176

TRENDING NOW