Wednesday, June 24, 2026

દીકરા ના લગ્નમાં આમંત્રણ ના આપતા ૧૧ જેટલા ઈસમોએ પિતાને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

દીકરા ના લગ્નમાં આમંત્રણ ના આપતા ૧૧ જેટલા ઈસમોએ પિતાને માર માર્યો.

મોરબીના વીશીપરામા દિકરાના લગ્નમાં દિકરાના પિતાએ તેના સાળાઓ તથા માસીજી સાસુના દિકરાઓ થતા હોય જેને ફરીયાદીની પત્ની સાથે અગાઉ બોલાચાલી થતાં વહેવાર રાખેલ ન હોય જેથી દિકરાના લગ્નમાં આમંત્રણ ન મળતા ગયેલ ન હોય જેનો ખાર રાખી આરોપીઓ દિકરાના લગ્નમાં ઘર સામે રાખેલ વાહનોમાં તોડફોડ કરી તથા ઘરમાં તોડફોડ કરી આરોપીઓએ ધાર્યા વડે દિકરાના પિતા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા રમેશ કોટનમિલની બાજુમાં કુલીનગર -૧ માં રહેતા તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટી (ઉ.વ.૫૫) એ આરોપી જુમા કરીમ સેડાત, હાસમભાઇ દાઉદભાઇ મોવર, આદીલ કરીમભાઇ સેડાત, સિકંદરભાઇ કરીમભાઇ સેડાત રહે-માળીયા મીયાણા ૪ નંબરની વાંઢ રેલ્વે ફાટક નજીક, સલીમભાઇ જુસબભાઇ કટીયા, નિજામભાઇ જુસબભાઇ કટીયા, ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા, મુસાભાઇ જુસબભાઇ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા રહે-મોરબી મચ્છી પીઠ નજીક મચ્છુ માના મંદીર પાસે, ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર, મંજુરભાઇ અનવરભાઇ ખોડ રહે-મોરબી વીશીપરા વાળાઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૩-૨૦૨૩ ના રોજ આરોપીઓ ફરીયાદીના સાળાઓ તથા માસીજી સાસુના દીકરાઓ થતા હોય જેઓને ફરીયાદીની પત્નિ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થતા ઘણા સમયથી વહેવાર રાખેલ ન હોય દરમ્યાન દીકરાના લગ્નમા આમંત્રણ ન મળતા ગયેલ ન હોય જે અંગેનો રાગ દ્વેશ રાખી આરોપીઓ અલગ અલગ વાહનમા બેસી ઘાતક હથીયારો ધારણ કરી આવી ફરીયાદીના ઘર સામે રાખેલ વાહનોમા તોડફોડ કરી નુકસાન કરી તેમજ ફરીયાદીના ઘરમા પ્રવેશી ઘરવખરીમા તોડફોડ કરી નુકસાન કરી આરોપી સલીમ જુસબે પોતાની પાસેના ધારીયા વડે ફરીયાદીને ડાબા હાથે હથેળીમા ઇજા કરતા તેમજ રજીયા તથા સાહીલ વચ્ચે પડતા તેઓને પણ સામાન્ય ઇજાઓ કરી ગાળો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાજમહમદભાઈ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩, ૩૨૪,૩૩૭,૪૨૭,૪૪૭,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,221

TRENDING NOW