Wednesday, June 24, 2026

ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી મેચ પર રન ફેરનો જુગાર રમતો એક ઝડપાયો,એક ની શોધખડ શરૂ.

Advertisement
Advertisement
Advertisement

ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ ટી ટ્વેન્ટી મેચ પર રન ફેરનો જુગાર રમતો એક ઝડપાયો,એક ની શોધખડ શરૂ.

મોરબીના કાલીકા પ્લોટમાં ક્રિકેટ લાઈવ ગુરુ ઓનલાઇન એપ્લિકેશનમા ઈંગ્લેન્ડ – બાંગ્લાદેશ વચ્ચેની ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૪ માં આરોપી આશીફભાઈ ઉર્ફે ભાણો તૈયબભાઈ અઘામ (ઉ.વ.૨૭) એ ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા ઇગ્લેન્ડ- બાંગ્લાદેશ વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર આરોપી બાબુભાઈ ટી.કે. રહે. મોરબી વાળા પાસેથી રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૨૦૦/- તથા આઇ ફોન મોબાઇલ કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ રૂ.૫૧,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપી આશીફભાઈ ઉર્ફે ભાણો તૈયબભાઈ અઘામ (ઉ.વ.૨૭) રહે. મોરબી કાલીકા પ્લોટ વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી બાબુભાઈ ટી.કે. રહે. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,206

TRENDING NOW