ઇન્ડીયન લયોનેસ ક્લબ મોરબી દ્વારા આજરોજ સુવર્ણ પ્રાશન નો વાર્ષિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.

ઇન્ડીયન લયોનેસ ક્લબ મોરબી દ્વારા આજરોજ પુષ્ય નક્ષત્ર ના દિવસે સુવર્ણ પ્રાશન નો વાર્ષિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.જેમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલી આંગણ વાડી ના 70 થી વધુ બાળકોને આખું વર્ષ દરેક મહિનાનાં પુષ્ય નક્ષત્રમાં ક્લબ દ્વારા સુવર્ણ પ્રાશન ના ટીપાં પીવડાવવામાં આવશે જેની શરૂઆત આજે 25-5-2023 થી કરવામાં આવી.
આ પ્રોજેક્ટ ના દાતા દિલીપભાઈ આયર અને પ્રોજેક્ટ માં સહયોગ આપનાર વૈદ્ય રાજુભાઈ પરમાર નો ક્લબ દ્વારા આભારવિધિ કરવામાં આવી.આ સાથે કાળઝાળ ગરમીમાં પણ ક્લબ ના મેમ્બર્સ એ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો.






