Tuesday, June 23, 2026

મોરબીની આર્યવર્ત સ્કૂલમાં ધો.10માં 90 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની ધો.11 કોમર્સ માટે શિક્ષણ ફી માફ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીની આર્યવર્ત સ્કૂલમાં ધો.10માં 90 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની ધો.11 કોમર્સ માટે શિક્ષણ ફી માફ.

ગત માર્ચ માસમાં લેવાયેલી એસએસસી બોર્ડ એટલે ધો.10ની પરીક્ષાનું આજ રિઝલ્ટ જાહેર થયું છે. ત્યારે મોરબીના ધો.10 પછી કોમર્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ આર્યવર્ત ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલમાં ધો.11 કોમર્સ માટે એડમિશન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ધો. 10માં 90 ટકાથી ઉપર ગુણ મેળવનાર વિધાર્થીઓની શિક્ષણ ફી 100 ટકા માફ કરવામાં આવશે અને ધો.10માં 85 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 75 ટકા ફી માફ, ધો.10માં 80 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ અને ધો.10માં 75 ટકા ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવામાં આવશે

આ ઉપરાંત નાપાસ થનાર વિધાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. ધો. 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે NIOS દ્વારા પાસ થવાની સુવર્ણ તક પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. ત્યારે આ તમામ સુવિધાઓનો લાભ મેળવવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

કોન્ટેક્ટ નંબર :- 95124 10056

Related Articles

Total Website visit

1,609,084

TRENDING NOW