Wednesday, July 8, 2026

આહીર સેના ગુજરાત દ્વારા મોરબી નાની વાવડી ખાતે શરદપુર્ણિમા નિમિત્તે રાસોત્સવ નું આયોજન કરવા આવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી નાની વાવડી મુકામે આહીર સેના ગુજરાત મોરબી ના પ્રમુખ શ્રી ભરતભાઈ
આહીર ના અધ્યક્ષ સ્થાને શરદપૂર્ણિમા નિમિત્તે રાસોત્સવ નું આયોજન કરવા માં આવેલ હતું.આહીર સેના ગુજરાત ના અધ્યક્ષ શ્રી (પ્રમુખ શ્રી) ભગવાન શ્રી કૃષ્ણ ની ભવ્ય શોભાયાત્રા અને ભગવાન શ્રી કૃષ્ણ નું ભવ્ય સ્વાગત કરી અને શાનદાર આયોજન ની શુભ અને સુંદર શરૂઆત કરવામાં આવી હતી.જેમાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે યોજાનાર મહારાસ ની જાંખી પ્રસ્તુત કરવા માં આવી હતી..જેમાં આહીર સમાજ ના ટ્રેડિશનલ પોશાક પેહરીને લોકો રાસે રમ્યા હતા.જેમાં ગુજરાત પ્રદેશ કોર કમિટી ના મેમ્બર તથા આહીર સેના ગુજરાત ના દરેક જીલ્લા/તાલુકા/શહેર ના પ્રમુખ,ઉપપ્રમુખ, મહામંત્રી,મંત્રી,સભ્ય,હોદ્દેદારો તથા આહીર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
તથા આહીર સેના ગુજરાત ના પ્રમુખ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવનાર દરેક હોદેદ્દારો નો આભાર વ્યકત કરેલ તથા આટલી બધી બહોળી સંખ્યા પધારેલ આહીર સમાજ ના દરેક લોકો નો દિલ થી આભાર વ્યકત કરવા આવ્યો હતો.ઉભરતો પ્રેમ જોઈને આહીર સેના ગુજરાત મોરબી ની ટીમ ને વધુ કામ કરવાની ઊર્જા પ્રદાન કરશે અને આવનારા દિવસો માં અનેક સમાજલક્ષી કાર્યો કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,613,508

TRENDING NOW