Wednesday, July 8, 2026

ટંકારા કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં રૂ.9,00,000/- સાથે 1 વર્ષ ની સજા ફટકારતી ટંકારા જ્યુડી. મેજી. ફ. ક. કોર્ટ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં રૂ.9,00,000/- સાથે 1 વર્ષ ની સજા ફટકારતી ટંકારા જ્યુડી. મેજી. ફ. ક. કોર્ટ

ટંકારા કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં રૂ.9,00,000/- સાથે 1 વર્ષ ની સજા
હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર સખશને સજા ફટકારતી ટંકારા જ્યુડી. મેજી. ફ. ક. કોર્ટ

ટંકારા કોર્ટ માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.9,00,000/- સાથે 1 વર્ષ ની સાદી કેદ ની સજા ફટકારી છે.
મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ના નસીતપર ગ્રામના રહેવાસી પ્રાણજીવનભાઈ મગનભાઈ વિરસોડીયા એ મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ના મોટા ખીજડીયા ગ્રામના રહેવાસી વલ્લભભાઈ અજરામરભાઈ છત્રોલા પાસે થી અંગત ઉપયોગ માટે રૂ 9,00,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે પ્રાણજીવનભાઈએ રૂ 9,00,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં વલ્લભભાઈ એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે ટંકારાના મહે. જયુડી.મેજી.ફ.ક.સાહેબ ની કોર્ટમાં વકીલ શ્રી કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા મારફતે એપ્રિલ 2022 માં દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારાના મહે. જયુડી. મેજી. ફ.ક. જજ સાહેબ શ્રી એસ.જી.શેખ સાહેબએ આરોપી ને 1 વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.9,00,000/- ફરિયાદીને વળતર પેટે દિન 60 માં ચૂકવી આપવા હુકમ કરવામાં આવેલ અને વળતરની રકમ ચૂકવવા માં કસુર થયેથી 3 મહિના ની કેદ નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી જિલ્લા ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર તથા અનિલ આર. ગોગરા રોકાયેલ હતા.

Related Articles

Total Website visit

1,613,508

TRENDING NOW