“આપ” ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અટકાવવામોરબી જીલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું.આમ આદમી પાર્ટીના લડાયક યુવા નેતા અને આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સામે ભાજપના દબાણ હેઠળ જંગલ વિભાગના કર્મચારીઓએ પોલીસ ફરીયાદ કરી છે. સાથોસાથ તેમના ધર્મપત્નીની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટ ભાજપ દ્વારા ગુજરાતના લોકપ્રિય નેતાને બદનામ કરી જેલમાં મોકલવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આ અન્વયે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ટીમ દ્વારા કલેકટર દ્વારા ગુજરાત મુખ્યમંત્રી શ્રી ને ન્યાયિક તપાસ માટે ખોટી રીતે ધરપકડ થતી રોકવા માટે આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મોરબી જીલ્લા ટીમના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.










