ડાયનોસોર ની જેમ ધીમે ધીમે લુપ્ત થતા સિરામિક ઉદ્યોગ ને વગર ભાદરવે કૂતરા વારો સલવણો
(લંકેશ)
મોરબીમા જીલ્લા વાઇબ્રન્ટ સીમિટ યોજાય જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, દુલ્લભજી દેઠરિયા , બ્રિજેશ મેરજા ઉપસ્થિત હતા પરંતુ સિરામિક નો એક પણ ઉધોગપતિ ડોકિયું કાઢવા પણ ગયો નહીં અને સિરામિક ઉદ્યોગ નગરી તરીકે ઓળખતા મોરબી માં જ સિરામિક ને લગતો એક પણ રૂપિયાનો MOU થયો નહિ
જેનું કારણ મંદીના અજગરી ભરડામાં લપેટાયેલ ઉધોગ અસ્તિવના જીવન મરણ વચ્ચે જોલા ખાઇ છે , નહીં તો હરખપદુડા સિરામિક એસોસિયેશન વાળા રાજકીય નેતાઓ સાથે સેલ્ફી લેવા જરૂર જાય
સરકાર ના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા ની મિટિંગ મા ફકત ગણ્યા ગાંઠિયા લોકો ગયા કેમ કે અગાઉ PGVCL ના લાઈટના ધાંધિયા અને વધતા ગેસ ભાવની સામાન્ય ની રજૂવાત માં સિરામિક ઉદ્યોગકારો ના ચંપલ ઘસાઈ ગયા જો NGT નો ગેરકાયદેસર દંડ માફ કરવા સરકારના ધારાસભ્ય એ વહીવટ ઉઘરાવો પડતો હોય તો એ સિરામિક ઉદ્યોગ માટે દુર્ભાગ્ય છે
લાફો મારી ગાલ લાલ રાખતા સિરામિક ઉદ્યોગોકરો એ મીની વાઇબ્રન્ટ ગુજરાત ના ઘર આંગણે ના કાર્યકર્મ માં એક પણ રૂપિયાનું MOU કર્યું નહિ તેમ છતાં નેતાઓ ને પણ શરમ સુધા ન આવી
હાલ સિરામિક ઉદ્યોગ ભયંકર મંદી, ખરાબ રસ્તા , બેફામ ટ્રાફિક અને માથે સતત વધતા ગેસના ભાવ ના ભાર નીચે દટાઈ રહ્યો છે જે સરકાર કે સરકારના નેતાઓ ને દેખાતું નથી જમ સાથે બાજે તો તાવ આવે એમ સિરામિક ઉદ્યોગ અસ્તિત્વ ટકાવવા પેટકોક જેવા નુસખા નો સહારો લઈ પ્રાણ વાયુ ગોતી રહ્યો છે
હાલ સિરામિક ઉદ્યોગો માં અંદાજે 200 જેટલા યુનિટો બંધ હાલતમાં છે અને 100 જેટલા યુનિટો માં ભાગીગરી વાંધાઓ ચાલી રહ્યા છે જેનું કારણ સિરામિક ઉધોગકારે પોતાનાને જ હરીફ માન્યા, આજે લઘુ ઉદ્યોગ નાશ થઈ ગયા એની પાછળ સિરામિક ઉદ્યોગોકાર ની બે ધારી નીતિ જવાબદાર છે જેને હંમેશા નાના યુનિટોનું શોષણ કર્યું જેને મિટિંગ મા પોતાની વાત રજૂ કરવાની પણ આઝાદી ન મળી
જો સરકાર સિરામિક સાથે હોઈ તો હાલ એવા 200 યુનિટ અને 100 ભાગીદારી વાંધા વાળા યુનિટ સિરામિક ના સરકાર પરના ૠણ થી બચી શકે તેમ છે હાલનો જંત્રી નો ભાવ છે તે હોવો જોઈ એના કરતાં 5 ગણો વધારે છે જે ઘટાડો થઈ તો ઘણા યુનિટોનું વેચાણ થાય એવું છે અને જેની પાસે માર્કેટિંગ છે તેને નવા યુનિટ ઉભા કરવાની જરૂર નથી
હાલ બંધ થઈ ગયેલા ઘણા યુનિટ વેચવા પર છે જેને અમુક લોકો ખરીદવા પણ તૈયાર છે જેના વિલન ની ભૂમિકા સરકાર ની નીતિ બની ગઈ છે , જેમાં સિરામિક સેડ નું બાંધકામ જેમાં જંથરી ના ભાવ અને તેને લાગુ સ્ટેમ્પ ડ્યુટી સિરામિક નું મૂળ કિંમત થી અનેક ગણી છે જેની લેનાર લઈ પણ નથી શકતો એક સ્કેર ફૂટ બાંધકામ પર 1400 જંત્રી , મશીનરી , જમીન સાથે 4.9 ટકા સ્ટેમ્પ ડ્યુટી જોતા એક પણ સિરામિક વેચાઈ શકે તેવી સ્થિતિ માં નથી
આ સમસ્યામાં થી જો સરકારી રાહત મળે તો હજી પણ સિરામિક ને થોડોક પ્રાણવાયુ મળી શકે તેમ છે તેના માટે તમામ ઉદ્યોગકરે સમૂહમાં એકતા બનાવી સરકાર માં જવું પડશે નહીં તો કોલ્ગેસ અને NGT ના દંડ વાળી થશે અને મશીનરી સળી જશે
મશીનરી સળી જાય તે પહેલા હજી પણ સમય છે એકતા સાથે તમામ લોકો યોગ્ય નિર્યણ લો સરકાર ને સાંભળવું જ પડશે કેમ કે સિરામિક ઉધોગની બરબાદી પાછળ રાજકીય નેતાની ચાપલૂસી કરતા અને સેલ્ફી લેતા અમુક ધૃતરાષ્ટ્ર છે જે ક્યારે પણ સિરામિક ઉદ્યોગ હાલની હકીકત વર્ણવી નહીં શકે , જો આવડી ઇન્ડસ્ટ્રીઝ ની વાત સરકાર ન સાંભળે તો સિરામિક એસોસિએશન ઓફિસ ને તાળા મારી દેવા જોઈ





