Monday, June 15, 2026

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીતની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીતની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી

પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70%થી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી થી મળેલ વિજયને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ જીત એ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની જીત છે. પંજાબના લોકોએ કામની રાજનીતિ પર ભરોસો મૂકીને 4 વર્ષ દરમિયાન કરેલા આમ આદમી પાર્ટીના કામોને જોઈને પ્રચંડ જીત અપાવી હતી અને ખોટા વાયદાઓ કરેલ પાર્ટીઓને ઘરભેગી કરી હતી.

આવી જ રીતે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને જ સ્વીકારશે જેનો અમને વિશ્વાસ છે.

Related Articles

Total Website visit

1,608,469

TRENDING NOW