ગુજરાત ની સરકારી સ્કૂલો માં ઘટતા શીક્ષકો ની ભરતી કરી પછી જ પ્રવેશોત્સવ ના તાયફા કરો નહીતર તેનો વિરોધ કરવામાં આવશે. મહેરબાન સાહેબ શ્રી જય ભારત શાથ ઉપરોક્ત વિષય અનુસંધાનો સવિનય જણાવવાનું કે ગુજરાત ની સરકારી સ્કૂલો માં સિક્ષકો ની ઘણી મોટી સંખ્યા માં ઘટ છે. પરંતુ સરકાર તરફ થી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આ ઉપરાંત ગ્રાન્ટેટ સ્કૂલો માં પણ શિક્ષકો ભરવા માટેની પરમીશન આપવામાં આવતી નથી. અને સરકારી સ્કૂલો માં ભણતા ગરીબ, પછાત, મજુરો ના બાળકો ના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે, અને પ્રાઇવેટ સ્કૂલ ના ધંધાર્થીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. પ્રાઇવેટ સ્કૂલોવાળા મનફાવે તેવી ફી ઉઘરાવે છે. જેથી ગરીબ, પછાત, મજુર વર્ગના બાળકોને પોસાતું નથી અને આમ એક સડ્યન્ત્ર ના ભાગ રૂપે ગરીબ પછાત, મજુર વર્ગના બાળકોને અભણ રાખવા માટે જાણે કે સરકાર જ સડ્યન્ત્ર માં ભાગીદાર હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ ઘણા ભણેલા યુવાનો કે જે ભણી ને તૈયાર થયા છે. પરંતુ તેઓને સરકારી શાળા ઓ માં નોકરી મળતી નથી. સરકાર શાળા ઓ બંધ કરી રહી છે, સરકાર પ્રાઇવેટ સ્કુલ માં બાળકો ને ફરજીયાત ભણવા જવું પડે તેવા નિણર્યો લઇ રહી છે. તો બીજી બાજુ સરકાર પ્રવેશોત્સવ નાં તાયફાઓ કરી રહી છે. આમ સરકાર ની મંશા જુદી છે. અને દેખાવ જુદો કરી રહી છે. ત્યારે જો અગામી પ્રવેશોત્સવ પહેલા શિક્ષકો ની ભરતી કરવમાં નહી આવે તો અમો દ્વારા ગુજરાત ભાર માં દરેક જીલ્લા/તાલુકા ઓમાં સરકાર દ્વારા કરવામાં આવનાર પ્રવેશોત્સવ નો જાહેર વિરોધ કરીશું. તેની વિરુદ્ધ દેખાવો કરીશું. તો અમારી માંગણી છે કે આવા તાયફાઓ કરતા પહેલા જે જરૂરી છે તે શિક્ષકો ની ભરતી તાત્કાલિક કરવામાં આવે. શાળાએ બંધ કરવામાં ના આવે. ગ્રાન્ટેટ સ્કૂલો ને શિક્ષકો ની ભરતી કરવાની છૂટ આપવામાં આવે. જો આવું કરવા નહી આવે તો સમગ્ર ગુજરાત ભરમાં પ્રવેશોત્સવ નો વિરોધ કરીશું. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનતી. (કાન્તિલાલ ડી. બાવરવા) પ્રમુખ શ્રી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ
નકલ સાદર રવાના :-
(૧) પ્રતિ, શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ , રાજ્યસભા મેમ્બર અને પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. રાજીવ ગાંધી ભવન , અલીશ્બ્રીજ અમદાવાદ તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૨) પ્રતિ શ્રી , અમિત ચાવડા સાહેબ, ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષ ના નેતા ગુજરાત વિધાનસભા ગાંધીનગર. જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(૩) કલેકટર શ્રી મોરબી જીલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય ભલામણ સાથે ઉપર મોકલી આપવા વિનંતી સહ.





